Logo
Logo
My Journal
Blog

Timeline

Blog

બર્થ-ડે બંપ

આજે ઉઠતા ની સાથે જ મયંક એકદમ રોમાંચિત હતો અને હોય જ ને આજે એનો બર્થ-ડે હતો  અને એ હમેશા ની જેમ આંખ ખોલે ત્યાં એની સ્પેશીયલ વ્યક્તિ, એની જીંદગી, એનો એક એક શ્વાસ જેના માટે ધબકતો એવી મયુરી નો મેસેજ આવ્યો હશે કે નહી તે જોવા વોટ્સએપ ચેક કરવા લાગ્યો…હા મયુરી અને મયંક એક બિજા સાથે લગભગ ૩ વરસ થી હતા એક બિજા ને પોતાનો આખો દિવસ કહ્યા વગર ચેન ના પડતુ પેલા ૧.૫ વરસ મા ક્યારેય બન્ને વચ્ચે ઝઘડાજ નહોતા થતા પણ હમણ હમણા ખબર નહી છેલ્લા ૮-૧૦ મહિના થી કાઇંક ને કાઇંક બાબત ને લઈ ને ખુબજ ઝઘડા વધી ગયા હતા. બન્ને ને ઝઘડા કરવા ગમતા નહોતા..દર વખતે બન્ને માંથી એક જણ એમ કહેતું કે ચાલ ને યાર આપડે પહેલાની જેમ ઝઘડા વગર શાંતી થી જીવીયે? અને બન્ને હવે પછી ક્યારેય ઝઘડા જ નથી કરવા એવો સંક્લ્પ કરી ને જાણે કાંઇ બન્યું જ ના હોય એ રીતે ફરી થી એક બીજા ના થઇ ને વાતો કરવા લાગતા…હજુ એકાદ મહીના પહેલાની જ વાત છે મયુરી ના બર્થ-ડે ને બે જ દિવસ ની વાર હતી ત્યારેજ જોરદાર ઝગડ્યા પર્ંતુ મયંકે ત્યારે મયુરી ને એમ કહી ને મનાવી લીધી કે હું તારા બર્થ-ડે સરપ્રાઇઝ ની ઘણા સમય થી તૈયારી કરી રહ્યો છું પ્લીઝ મને તારો આ બર્થ-ડે મસ્ત સેલીબ્રેટ કરી લેવા દે પછી તને એવુ લાગે તો મારી સાથે ફરી ક્યારેય વાત ના કરતી અને મયુરી માની ગયેલી…અને મયંકે પણ મયુરી નો બર્થ-ડે એવો સરસ મનાવ્યો અને આખા દિવસ દરમ્યાન એટલી સરપ્રાઇઝ આપી કે મયુરી ખુબજ ખુશ થયેલી અને બર્થ-ડે ના દિવસે રાત્રે ૧૨ વાગવા ને એક મિનિટ ની જ વાર હતી ત્યારે મયંક એ એક્ધારુ હેપ્પી બર્થ-ડે, હેપ્પી બર્થ-ડે લખી ને હેરાન કરી મુંકી જ્યારે પણ મયંક આવુ કાંઇ કરે એટલે મયુરી બે શબ્દો હમેશાં બોલતી એક હતુ “ગાંડુ મારુ” અને એક “પાગલ માણસ” એ શબ્દો મયંક ને એટલા ગમતા કે આખા દિવસ દરમ્યાન એ એવી કાંઇક હરકત ચોક્કસ પણે કરતો કે મયુરી એને “ગાંડુ મારુ” એમ કહી ને સંમ્બોધે…૧૨ વાગી ગયા હતા ને હવે મયંક ને એ જાણવા ની ખુબજ ઉત્સુક્તા હતી કે મારી બધી સરપ્રાઇઝ મયુરી ને કેવી લાગી એના જવાબ માં એક મોટ્ટો ફકરો મેસેજ સ્વરુપે મયંક ના વોટ્સએપ માં આવ્યો…

I never think to live/pass a day without you.. Yes, I do fight with you.. Quarrel with you.. I speak many bad words for you when I was angry with you.. But I never feel that you are not in my soul. If I describe about my birthday it was very very special day for me and that’s because of *You*.I had never thought that someone can love me like this.. I just want to tell you, today is the day when I feel that I am the “Queen of the world.” Please don’t leave me ever.. I can’t live without you… I can do anything for you to stay in my life for forever…Love you sooooooooo muchhh…uuuuuummmmmhhhhh yours Mayura…😘😘😘😘😘😘😘😘😘  અને એ ફકરા માં “queen of the world” વાંચી ને મયંકે “સ્માઇલ વીથ ટિઅર્સ” ફીલ કર્યુ અને એની ખુશી સાતમા આસમાને પહોચી ગઇ ખુબજ ખૂશ થઇ ને એક હાશકારો પણ અનુભવ્યો કે બસ મે જે કાંઇ પણ કર્યુ એ મયુરી ને ખુબજ ગમ્યું…પરંતુ કુદરત ને કાંઇ અલગજ મંજુર હતુ તો ફરી થી થોડાજ સમય માં ઝગડા શરુ થયા દરેક નાની નાની બાબત ને લઇ ને ઝગડા કરવાના અને ૨-૫ દિવસ એક બિજા ને બ્લોક કરી દેવા ના એટલે કોઇ એક બીજા ને મેસેજ ના કરી શકે…

આ જાણે કે હવે નિત્યક્રમ બનિ ગયો હતો પરંતુ આ વખતે ૧૨ દિવસ જેટલો સમય થઇ ગયો તો પણ મયુરી નો એક મેસેજ કે કોલ ના આવ્યો.. એટલે મયંક ને ચીંતા થવા લાગી, મયંકે પોતાના બર્થ-ડે ની આગલી રાત્રે એક મેસેજ કર્યો અને મયુરી ને મનાવવા ના તમામ નીષ્ફળ પ્રયત્નો કર્યા પરંતુ મયુરી એક ની બે ના થઇ અને એવુ કહી ને જતી રહી કે યાર હવે મારે તારી સાથે વાત જ નથી કરવી મને તારા પર ટ્ર્સ્ટ જ નથી રહ્યો મને હવે કોઈ ફીલીંગ્સ જ નથી તારા પ્રત્યે તું મને હવે મેસેજ ના કર બસ…તેમ છતાં પણ બિજા દિવસે પોતાના બર્થ-ડે ની સવારે જાગી ને મયુરી નું બર્થ-ડે વીશ હશે જ એવી આશા સાથે મયંક પોતાના મોબાઇલ માં વ્હોટ્સેપ ચેક કરવા લાગ્યો…અને જ્યાં જોયુ ત્યાં તો એક સાથે ૧૦ ઇમેજ બર્થ-ડે વીશ ની હતી અને દરેક ઇમેજ માં અલગ અલગ વીશ હતી… મયંક બધા જ ઝગડા ભુલી ગયો અને ખુબજ ખુશ થઇ ને એક ઠેકડો મારી એની પથારી માંથી બેઠો થયો એજ સમયે મન માં બબડ્યો પણ ખરો કે મને ખબર જ હતી કે મયુરા તું મારા વગર ક્યારેય રહી જ ના શકે..અને તરતજ મયુરી ના મેસેજ નો રીપ્લાઇ આપવા લગ્યો…જ્યારે મયુરી નો મેસેજ આવે એટલે મયંક હમેશાં પોતાના બધા જ કામ બાજુએ મુકી ને મયુરીમય બની જતો ઘણી વખત તો એ બાઇક પર હોય ને જો મયુરી નો મેસેજ આવે તો રસ્તા વચ્ચે સાઇડ સ્ટેન્ડ લગાવી ને મયુરી સાથે કલાકો વાત કરતો અને અચાનક મયુરી ને યાદ આવી જતુ કે અત્યારે તો એનો ઘરે જવાનો સમય છે તો એ રસ્તા વચ્ચે ઉભીને વાત કરતો હશે? તરત જ એ મયંક ને ખિજાઈ ને ઘરે પહોચી ને વાત કર, મારે અત્યારે કાંઇજ સાંભળવુ નથી પેલા ઘરે પહોચી જા શાંતીથી “ધ્યાન અને ધીમે” એમ કહી ને ઘરે મોકલતી. “ધ્યાન અને ધીમે” મયુરી નો તકિયા કલામ હતો તે હંમેશા તેના છેલ્લા મેસેજ મા કહેતી. મયંક માટે મયુરી એટલે એક એવી વ્યક્તી કે જેના માટે એક પણ સેકન્ડ નો વીચાર કર્યા વગર એ કાંઈ પણ કરી શકે અને ઘણી વખત મયૂરી પુછતી પણ રહેતી કે તૂં મારા માટે શુ કરી શકે? ત્યારે મયંક ખાલી એટલું જ કહેતો કે તારા માટે મરી શકુ એવુ કહેવુ તો સાવ સહેલુ છે, પણ હું તારી ખુશી માટે તારા વગર જીવી પણ શકું…અને મયુરી ગુસ્સા સાથે કહેતી કે એવો ક્યારેય સમય જ નહી આવે ઓકે??લગભગ એકાદ કલાક વાત કર્યા પછી મયંકના બર્થ-ડે ના દિવસે મયુરી એ કહ્યુ હવે સાંભળ મારે તને એક ખુબજ ખાનગી વાત કહેવી છે અને આ વાત મે હજુ સુધી કોઇ ને કરી નથી મારે પેલા તારો જ અભિપ્રાય જાણવો હતો. મને એક છોકરો ખુબજ ગમી ગયો છે અને એની સાથે મને પ્રેમ થઇ ગયો છે. તને કાઈ પ્રોબલેમ તો નથી ને?? અને આ સાંભળતા ની સાથે જ જાણે મયંક પર વજ્રાઘાત થઈ ગયો હોય એમ સાવ અવાચક બની ગયો, અને શુ રીપ્લાય કરવો કે શુ કહેવું એ કાંઇ નક્કી નહોતો કરી શકતો.. મયંક માટે આ કપરી પરિસ્થીતિ હતી પણ મયંક માટે મયુરી એટલે બસ એ હંમેશા હસતી રહેવી જોઇએ એ પછી મારી સાથે હોય કે કોઈ બીજા સાથે શું ફેર પડે? એમ વિચારી ને મયંકે રીપ્લાય કર્યો કે પ્રોબલેમ?? મને શું પ્રોબલેમ હોય? તું ખુશ છોને? તને ગમી ગયો છે ને? હવે મને કે એ ભગ્યશાળી વ્યક્તી નું નામ શું છે? અને તે શું કરે છે? અને જો સાચે તું એવું માનતી હોય કે તને એની સાથે પ્રેમ થઇ ગયો છે? તો તુ મને બધી જ વાત કર હું તમને લોકો ને એક કરવા ના તમામ પ્રયત્નો કરીશ એ મારુ વચન છે. ત્યાજ સામે થી મયુરી નો જવાબ આવ્યો વિરાટ એનું નામ વિરાટ છે. તને યાદ છે ? તે મને એકાદ મહીના અગાઉ જ્યારે એ મારા ફેસબુક મા એડ થયો ત્યારે પુછેલુ? મયંક હંમેશા મયુરી ને લઇ ને સુપર પઝેસીવ હતો ક્યારેય કોઈ નવી વ્યકતી મયુરીના ફેસબુક માં એડ થાય એટલે તરતજ એ મયુરી ને પુછતો કે આ કોણ નવું એડ થયુ? અને એના વીશે તમામ માહીતિ મેળવી લેતો.અને હોય જ ને મયંક મયુરી ને ભગવાનની જેમ પુજતો ક્યારેય મયુરી ને એ કોઇ બિજા સાથે જોઇ જ ના શકે અને એના કારણે જ બઉ બધા ઝગડા થતા એમની વચ્ચે પણ મયુરી દર વખતે એમજ કહેતી કે ભાઇ હુ તો બધા સથે આમજ રહીશ તને ના ફાવે તો તું મને છોદી દે અને મયંક જેમ ચાલે એમ ચાલવા દેતો કારણકે મયુરી વગર એ પોતાનુ જીવન વીચારી જ નહોતો શકતો.મયુરી એ આગળ વાત કરવા નુ શરુ કર્યુ હું વિરાટ ની સાથે છેલ્લા એક મહીના થી વોટ્સએપ માં અને ફેસબુક માં વાત કરુ છું અને હમણા થોડા દિવસ પહેલા જ વિરાટે મને પ્રપોઝ પણ કર્યુ છે મયુરી એ વિરાટે પ્રપોઝ કર્યુ એનો સ્ક્રિનસોટ મયંક ને આપ્યો. અને એમ પણ કહ્યુ કે મે હજી સુધી તેને મારી હા છે કે ના છે એ કાંંઇજ જવાબ આપ્યો નથી. કારણ કે મારે પેલા તને પુછવું હતું અને તું એના વીશે શું વિચારે છે એ મારે જાણવું હતુ ને તું એના વિશે તમામ માહીતી મેળવી લે ને જો એ મારા માટે યોગ્ય પાત્ર હોય તો જ મારે એને મારો જવાબ આપવો છે.. તને યોગ્ય નહી લાગે તો હું એને ના કહી દઇશ…મયંક ખુબજ ભાંગી ગયો હતૉ એને ક્યારેય કલ્પના સુદ્ધા નહોતી કે એને આજે એના બર્થ-ડે ના દિવસે આવો “બર્થ-ડે બંપ” મળશેે. જે છોકરી એની એક એક નાની વાત એ પછી એના ઘર વીશે હોય કે એના ભણવા બાબત ની હોય કે પછી એક દમ પર્સનલ કેમ ના હોય બધુ જ મયંક ને કહેતી અને આજે આટલી મોટી વાત એણે મારાથી છુપાવી ??? કે એ કોઈ ની સાથે છેલ્લા એક મહીના થી વાત કરી રહી છે અને મને ખબર પણ ના પડી ?? એક વખત તો મયંક ને એવો પણ વિચાર આવ્યો કે લાવ કહી દઉ મયુરી ને કે અત્યાર સુધી જે બધું મારી સાથે છેલ્લા ૩ વરસ થી હતું એ શું હતુ? નાટક હતું પ્રેમ નુ? તને એક વખત પણ મારો વિચાર કેમ ના આવ્યો? શું મારી સાથે તે પ્રેમ ના નામે ગેઇમ રમી ? આવુ તું મારી સાથે કરી જ કઇ રીતે શકે? મારા પ્રેમ નુ શું? જે મે છેલ્લા ૩ વરસ થી એક એક માઇક્રો સેકન્ડ કર્યો છે? તુ એ બધુજ ભુલી ગઇ? મે તારો એક કોલ કે એક મેસેજ આવે એટલે ફક્ત તારોજ થઇ ને રહુ એના માટે કેટલા અંગત લોકો ને એવોઇડ કર્યા હશે? તને કાંઇજ યાદ ના આવ્યુ ? પણ બસ તમે કોઈને જબરજસ્તી થી પ્રેમ ના કરવી શકો એતો એની મેળે થાય તોજ મજ્જા આવે એવુ મયંક નુ પેલે થી જ માનવુ હતું…

મયુરી આગળ વાત કરવા લાગી વિરાટ આમ ને વિરાટ તેમ એ આને ઓળખે છે ને એ તેને ઓળખે છે ને એ આવો છે. મયંક ના મન માં એકજ સવાલ હતો કે તુ આટલી જલદી કોઇ ના પર આમ વિશ્વાસ ના કર પેલા એને પુરો ઓળખી તો લે અત્યાર ના સમય મા પ્રેમ રુપી ઉભરા માં તણાઇ ને થોડો સમય ગમાડી ને પછી કોઇ અચાનક છોડી દે ત્યારે શું થાય એ મયંક અત્યારે પોતે ફિલ કરી રહ્યો હતો. એ મયુરી ને ક્યારેય “બ્રોકન હાર્ટ” ફિલ થાય એવુ ઇછ્તો નહોતો એટલે જ એ મયુરી ને એક વાર ચેતવવા માંગતો હતો પણ અત્યારે મયુરી વિરાટ માં ખોવયેલી હતી એટલે એને આ સમય યોગ્ય ના લાગ્યો કાંઈ પણ કહેવાનો…મયંક નો આ અત્યાર સુધી નો સૌથી ખરાબ બર્થ-ડે હતો , પરંતુ તમે જેને સાચા મન થી પ્રેમ કરતા હોય તેની ખુશી માં જ પોતાની ખુશી સમજવી યોગ્ય છે એવુ સતત એ પોતે માનતો હતો અને એટલે એ આ બધી બાબત ને આટલી સહજ રીતે પચાવી શક્યો હતો…મયંક એ મયુરી ને કહ્યુ કે તુ મને ૪-૫ દિવસ નો ટાઇમ આપ હું પુરી તપાસ કરી ને તને જે હશે બધુજ કહીશ અને હા મારા પર વિશ્વાસ રાખજે એવી કોઇજ ખોટી માહીતી તને નહી આપુ કે જેના કારણે તું એનાથી દુર રહે ને મારી નજીક રહે કારણ કે મને તું ખુશ જોયે અને તું જેને પસંદ કરે છે એ તારા માટે યોગ્ય હોવો જોઇએ બસ હું એમ કોઇ અજાણ્યા ને મારો મયુરો ન સોપી શકુ…આમ વાત કરી ને બન્ને એ એક બિજાને લવ યુ સો મચ..અને બાઇ કરી ને ચેટ ને વીરામ આપ્યો…રાત્રે રોજ ની જેમ ફરી મયુરી નો મેસેજ આવ્યો શુ કરે? અને મયંકે બર્થ-ડે સેલીબ્રેશન ના ફોટા બતવ્યા હજી સુધી મયંક માનવા તૈયાર ન હોતો કે એનો મયુરો હવે એનો નથી રહ્યો પર્ંતુ જેમ જેમ વાત આગળ કરતા ગયા તેમ તેમ મયુરીનો રીપ્લાય આવવા માં સમય લગવા માડ્યો એટલે મયંક્ને ખબર પડી ગઇ કે વિરાટ ઓનલાઇન આવી ગયો છે એટલે હવે મયુરીના મેસેજ મોડા આવવા લાગ્યા છે. એટલે તરત જ મયંકે કહ્યુ કે ઇટસ ઓકે તું વિરાટ સાથે વાતો કર હું આજે આમ પણ ખુબજ થક્યો છું હુ સુઇ જાવ છું આપડે કાલે વાતો કરીશુ…

આ એ જ મયંક હતો કે જેની સાથે મયુરી વાત કરતી હોય ને જો રીપ્લાય મા વાર લાગે તો એકદમ ગુસ્સે થઇ જતો અને કહેતો કે મયુરી પ્લિઝ મારા ટાઇમે ફક્ત હું જ જોયે તારે જેની સાથે વાત કર્વી હોય એની સાથે વાત કરી ને પછી જ મારી સાથે વાત કરવાની એક વખત મારી સાથે વાત શરુ કરી દે એટલે મને ફક્ત તું અને હું જ જોઇએ બસ કોઇ ત્રિજું મને ના પોસય… મયુરી માટે હ્ંમેશા આટલો સુપર પઝેસિવ હતો મયંક. આવો મયંક આજે સાવ અલગજ હતો તે આજે પામી ગયો હતો કે મયુરી મારી હતી જ નહી અને ક્યારેક તો આવુ બનવાનુજ હતુ તો આજેજ સ્વિકારી લેવા મા મજા છે. અને મયુરી પણ ગુડ નાઇટ કિધા વગર જ ચેટ અધુરી છોડી ને જતી રહી ત્યારે ખરેખર મયંક ની આંખ માંથી એક આંસુ એના ખભા પર પડ્યું ને મયંક ભુતકાળ માં સરી પડ્યો…આ એજ મયુરી હતી જે હંમેશા એમ કહેતી કે મારે લગન જ નથી કરવા કારણકે મને તારા જેટલું ક્યારેય કોઇ ગમશે જ નહી…અને આ એજ મયુરી હતી જે ક્યારેક રાત્રે વાત કરતાં કરતાં સુઇ જાતી તો મયંક સવારો સવાર એની રાહ જોઈ ને જાગતો ને જ્યારે સવારે મયુરી ઉઠી ને મેસેજ કરતી તો એને તરત જવાબ મળતો ને ખિજાતી કે તને ખબર હોય કે હું સુઇ ગઇ છુ તો પણ આ રીતે રાત આખી શુ કામ જાગે? પાગલ છો તું સાવ પાગલ… એક મસ્ત સ્માઇલ આવી મયંક ના ચહેરા પર અને એ સુઇ ગયો…સવાર માં ઉઠી ને એને વિચાર આવ્યો કે જો ખરેખર મયુરી એમ સમજતી હોય કે એના માટે મારા કરતા વિરાટ વધારે યોગ્ય છે તો મારે હવે એ બન્ને ની વચ્ચે થી ખસી જવું જોઇએ અને આવા વિચાર સાથે મયંકે ફરી ક્યારેય અનબ્લોક નહી કરે એવા સંકલ્પ સાથે મયુરી ને હંમેશા ને માટે બ્લોક કરી દિધી…ખરેખર મયંક ને બેસ્ટ “બર્થ-ડે બંપ” મળ્યાનો વસવસો આખી જિંદગી રહેશે.અને સમય જતા મયુરી ને કદાચ એવો અહેસાસ પણ થશે કે સચા અર્થ માં પ્રેમ નું નામ જ ત્યાગ છે સામેના પાત્ર ની ખુશી માટે તમે શું કરી શકો છો એજ તો પ્રેમ છે. અને મયંકે જે કર્યુ એ કોઇ બીજુ કદાચ આટલી જલદી ના કરી શક્યુ હોત…આવા વિચારો અને મયુરીની અગણીત ખાટી-મીઠી યાદો નુ પોટલુ સમેટી અને એ યાદ સાથે જિંદગી વિતાવવા નો નીર્ણય કરી ને મયંક એના રુટીન માં વ્યસ્ત થઈ ગયો…

મહેફિલ મે તેરી હમ ના રહે જો ગમ તો નહી હે..ગમ તો નહી હે..

કિસ્સે હમારે નઝદીકીયો કે કમ તો નહી હે…કમ તો નહી હે…

કિતની દફા સુબહા કો મેરી તેરે આંગન મે બેઠે મૈને શામ કીયા…

ચન્ના મેરેયા મેરેયા ચન્ના મેરેયા મેરે યા…….

Leave A Comment